આત્મા પ્રોજેકટ અરવલ્લી દ્ધારા મકાઇ સંશોધન કેન્દ્ર, ભિલોડા ખાતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ અંતર્ગત પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા અરવલ્લી વી. કે. પટેલે પોતાના ઉદબોધનમાં આવેલ અધિકારી, કર્મચારીઓને પ્રાકૃતિક કૃષિનું મહત્વ તથા વડાપ્રધાનનાના આહવાનને ધ્યાને લઈ ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે હેતુને સાર્થક કરવા માટે ખેતીવાડી, પશુપાલન અને બાગાયત વિભાગના અધિકારી કર્મચારી આ યોજનાને વેગ વધારવા માટે પ્રચાર પ્રસાર થાય તે માટે વિભાગીય કર્મચારી અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
ભિલોડા ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન સેમીનારમાં પ્રશિક્ષક મુકેશભાઇ પટેલે અધિકારી, કર્મચારીને પ્રાકૃતિક ખેતી વિષે સરળ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. અરવલ્લી જિલ્લાના એસ.પી.એન.એફ કન્વિનર ભાવેશભાઈ પટેલ દ્ધારા અગ્નિઆસ્ત્ર અને નિમાસ્ત્ર વિષે જાણકારી આપી તેમજ આત્મા પ્રોજેકટના પ્રગતિશીલ ખેડૂત અને મોડલ ફાર્મ ધરાવતા અશોકભાઇ પટેલ દ્ધારા તેમના પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદા અને મોડલ ફાર્મ બનાવવાની જાણકારી આપી હતી.
અરવલ્લી જિલ્લાના ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર વિપુલભાઈ પટેલ દ્ધારા પ્રાકૃતિક ખેતીમાં સપ્તધાન્ય અર્ક વિષે જાણકારી આપવામાં આવી હતી. સમ્રગ તાલીમનું આયોજન ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ તથા આત્મા પ્રોજેકટ ભિલોડા દ્ધારા સંચાલન તેમજ આભાર વિધિ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.