ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના ધજાગરા:માલપુરની વન વિભાગની કચેરીમાંથી ખાલી દારૂની બોટલો મળી આવતા ચકચાર

અરવલ્લી (મોડાસા)14 દિવસ પહેલા

એક તરફ દારૂ બંધીની મોટી મોટી વાતો થઈ રહી છે તો બીજી તરફ સરકારી કચેરીઓમાંથી ખાલી દારૂની બોટલો મળી આવે છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂ બાંધી માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આજે માલપુરના પરિક્ષેત્ર વન વિભાગ નોર્મલ રેન્જની કચેરી આગળથી દારૂની ખાલી બોટલો, બિયારના ખાલી ટીન પણ જોવા મળ્યા. ત્યારે સરકારી કચેરીમાં દારૂની ખાલી બોટલ ક્યાંથી આવી એ એક સવાલ છે.

એક તરફ દારૂ બંધીનો અમલ કરાવવા માટે સરકાર અનેક વિધ પ્રોજેક્ટો બનાવી કરોડો ખર્ચ કરે છે. બીજી તરફ સરકારી કચેરીમાં જ દારૂની ખાલી બોટલો મળે ત્યારે ગમે એનું માથું શરમથી નીચે ઝૂકી જાય ત્યારે શું કર્મચારીઓ પોતે જ નશો કરતા હશે ? સમગ્ર બાબતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જે કસૂરવાર હોય તેને યોગ્ય સજા કરવામાં આવે એવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...