મોડાસામાં મેઘરજ રોડ ઉપર આવેલી ફિનકેર સ્મોલ ફાઇનાન્સના કલેક્શન કર્મીએ 2 ગ્રાહકોના બેંકના લોનના હપ્તાના રિકવર કરેલ રૂ. 33254 બારોબાર ચાઉં કરી જતાં ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક લિ. દ્વારકાપુરી મોડાસા શાખાના મેનેજરે બેંકના કલેક્શન કર્મી ઉમેશભાઈ લખાભાઇ રબારી વિરુદ્ધ રૂરલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી.
મોડાસામાં દ્વારકાપુરીમાં આવેલી કલેક્શન ઓફિસ ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કલેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા અને જે ગ્રાહકોએ બેંકમાંથી લોન લીધી હોય તેઓના હપ્તાની રિકવરી કરતાં ઉમેશભાઈ રબારીએ પાંચ મહિના અગાઉ બેંકમાંથી ધિરાણ લીધેલ ગ્રાહક કડિયા નિમેષકુમાર સુરેશભાઈ રહે. કડિયાવાડા મોડાસા પાસેથી રોકડમાં વસૂલ કરેલ લોનના હપ્તાનારૂ. 11048 તથા બેંકના અન્ય ગ્રાહક પટેલ ગોવિંદભાઈ બીપીનભાઈ રહે. ખંભીસર તા. મોડાસાના બેંક લોન હપ્તાના રૂ. 22206 કુલ રૂ. 33254 આજ દિન સુધી બેંકમાં જમા ન કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં મોડાસા સ્મોલ ફાયનાન્સના ડેપ્યુટી મેનેજર તુષારભાઈ કનુભાઈ પટેલ રહે. લીંભોઈ તા. મોડાસાએ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉમેશભાઈ લખાભાઇ રબારી સામે રહે. અરવલ્લી સોસાયટી માલપુર રોડ મોડાસા વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.