કાર્યવાહી:મોડાસાના કઉ ગામમાંથી આઠ ચાઇનિઝ દોરીની ફિરકી જપ્ત

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાનના બાથરૂમમાં ફિરકીઓ સંતાડી હતી

મોડાસાના કઉમાં રહેણાંક મકાનના બાથરૂમમાં ગેરકાયદે રાખવામાં આવેલી રૂ. 2400ની 8 નંગ ચાઇનિઝ નંગ ફિરકી મોડાસા રૂલલ પોલીસે ઝડપી પાડી ભાગી છૂટેલા વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

તે દરમિયાન બાતમી મળી હતી કે મોડાસા તાલુકાના કઉમાં શખ્સ ગેરકાયદે ચાઈનિઝ દોરીની ફીરકી રાખીને વેચાણ કરતો હોવાની માહિતીના આધારે પોલીસે કઉમાં કિરણભાઈ હીરાભાઈ ભગોરાના ઘરે અચાનક રેડ કરીને ઘરની તલાશી લીધી હતી. તે દરમિયાન પોલીસને ઘરની આગળ રહેલા બાથરૂમમાં પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલી ચાઈનિઝ દોરીની ફીરકી નંગ 8 મળી આવી હતી. કિરણભાઈ હીરાભાઈ ભગોરા સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...