ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ સક્રિય:ભિલોડામાં બેઠક જાળવી રાખવાના પ્રયત્નો શરુ; આદિવાસી સમાજને હક અપાવવા ઘેર-ઘેર સ્ટીકર લગાવાયા

અરવલ્લી (મોડાસા)13 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કમરકસી છે. કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી જનતાને પોતાનો હક અપાવવા માટે તૈયાર કરેલ સંકલ્પ પત્ર અને હર ઘર સ્ટીકરો લગાવવાનું અભિયાન શરૂ કર્યું છે અને લોકોને કોંગ્રેસ પક્ષ દ્વારા સમજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ભિલોડા બેઠક સાચવી રાખવાના પ્રયત્નો શરુ
ભિલોડા તાલુકામાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં દરેક ગામડાઓમાં ઘેર-ઘેર ફરી આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજને મળતા હકો જળ જમીન બાબતે સમજાવવામાં આવે છે અને પેસા એક્ટનો અમલ બરાબર થાય એ માટે મતદારોને સમજાવવામાં આવે છે. કોંગ્રેસની સરકાર આવશે તો દરેક કોરોનામાં અવસાન થયેલના વારસદારને ચાર લાખ રૂપિયા આપવાની અને હંગામી રોજમદાર કર્મચારીઓને કાયમી કરી નોકરી આપવાની જનતાને વાત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ભિલોડા બેઠક જાળવી રાખવા માટે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...