ભિલોડાના ધનસોરમાં ઉપરવાસમાં ડુંગરાળ વિસ્તારમાં આવેલું તળાવ ભરાતાં તળાવનાવેસ્ટ વિઅરની બાજુમાંથી વરસાદી પાણી લીક થતાં ગ્રામજનોમાં તળાવ ફાટવાની ભીતિ સેવાઈ રહી છે. સરપંચે આ અંગે તાલુકા વિકાસ અધિકારી અને પાણી પુરવઠા અધિકારીને પણ પાણીના લીકેજ બાબતે જાણ કરી છે. જાગૃતિ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તળાવ બાબતે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઇ છે.જો તળાવ ફાટે તો 100 થી 120 જેટલા પરિવારોને જાનમાલનો ભય સતાવી રહ્યો છે.
ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ થતાં ધનસોર તળાવ પાંચ દિવસ અગાઉ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું. જોકે તળાવ વરસાદી પાણીથી ભરાવાની સાથે જ તેના વેસ્ટ વિઅરના બાજુના ભાગમાંથી પાણી લીકેજ થવાનું શરૂ થતાં ગ્રામજનોમાં તળાવ ફાટવાની ભીતિ સેવાઈ રહી છે. જાગૃતિ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરાઇ છે જેમાં તળાવ ના પાણીના કારણે ધનસોર જેતપુર બાવળીયા ખુશાલપુરા ટોરડા અને સાયરી જેવા ગામોમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. તળાવ ફાટે તો 100 થી 120 પરિવારના જાનમાલના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.