કિશોરની બહીદૂરીએ બચ્યો જીવ:મોડાસામાં કારચાલકે કર્યો અપહરણનો પ્રયાસ; 15 વર્ષિય બાળકનો જીવ મુકાયો હતો જોખમમાં

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

મોડાસામાં 15 વર્ષીય એક કિશોર ભિલોડાના નારસોલી પાસે કોઈ વહિકલની રાહ જોઇને ઉભો હતો. એવામાં એક ઇકો કાર આવી કિશોરે ઉભી રાખવા હાથ કરતા ઇકો કાર ઉભી રહી હતી. કારમાં બેઠેલા અન્ય મુસાફરો આગલા સ્ટેશને ઉતરી ગયા કિશોરને વાંકાનેર જવાનું હતું. વાંકાનેર આવ્યું છતાં કારચાલકે કાર ઉભી ના રાખી. જેથી કિશોરે કહ્યું કે મારે ઉતારવાનું છે. ત્યારે હિન્દી ભાષામાં કારચાલક સહિત અન્ય બે સાગરીતોએ કહ્યું કે, આગળ ઉતારીએ છીએ. જેથી કિશોરે જીદ પકડી તો કિશોરને કારમાં માર મારવામાં આવ્યો. એટલે કિશોરે પણ સામે પ્રહાર કર્યો. હિંમતનગર નજીક કિશોર સિફત પૂર્વક કારમાંથી કૂદી પડ્યો અને પોતાની જાતને મારણિયો પ્રયાસ કરી બચાવી લીધી અને ત્યારબાદ પોતાના સબંધીઓને ફોન કરતા સબંધીઓ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ કિશોર તેના પરિવારજનો સહિત ભિલોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને અપહરણ અંગે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...