દોડધામ:ભિલોડાના જોડખપ્રેતા ગામમાં યુવકને સાપે દંશ દેતાં દોડધામ

મોડાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 108 એ સારવાર આપી જીવ બચાવ્યો

ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં રમેશભાઈ ડામોરને સાપ કરડતાં 108 દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થળ ઉપર જ સારવાર આપી જીવ બચાવાયો હતો.અરવલ્લી જિલ્લા 108ની ટીમે ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું કે શુક્રવારે 10:54 વાગે ભિલોડાના જોડખપ્રેતામાં દર્દી રમેશભાઈ માધાભાઇ ડામોરને સાપે દંશ મારતાં આ કેસ ભિલોડા 108 ને કોલ આવતા તરતજ EMT નિલેશભાઈ તથા પાયલોટ રાજેશભાઈ કોલર દ્વારા જણાવેલ સ્થળ પર ટૂંક જ સમયમાં પહોંચી ગયા હતા.

ત્યા જોતાં દર્દીને જમણા પગમાં સાપ કરડેલો હતો તે જગ્યાએ સોજો આવી ગયો હતો અને દર્દી ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ત્યારે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયનને કોલ કરી દર્દીની હાલત જણાવી હતી અને તેમની સલાહ સૂચન પ્રમાણે દર્દીને સ્થળ ઉપર જ સારવાર અપાઇ હતી. તરતજ ત્યાંથી ભિલોડા કોટેજ હોસ્પિટલમાં પહોંચાડીને દર્દીનો જીવ બચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...