હાલ સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ વધતો ગયો છે. નાણાંની જરૂરિયાત મંદ વ્યક્તિઓ પાસેથી તગડું વ્યાજ વસુલતા હોય છે. ત્યારે આવા કેસોના નિવારણ માટે પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવે છે.
અરવલ્લી જિલ્લામાં પણ અનેક વ્યાજખોરો અરજદારોની મજબૂરીનો લાભ લઇ બમણા ત્રણ ગણા વ્યાજ વસુલ કરવાના કેસો બને છે. કેટલાય અરજદારો એ પોતાની મૂડી કરતા અનેક ગણા નાણાં ચૂકવી દીધા છે. છતાં પણ વ્યાજખોરો દ્વારા નાણાંની પઠાણી ઉઘરાણી કરે છે. મૂડી કરતા પણ અનેક ગણું વ્યાજ વસુલ કરે છે. ત્યારે આવા કેસોમાં કેટલીક વખત વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા પણ કરી લે છે.
ત્યારે આ સમગ્ર બાબતને લઈ જિલ્લા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને અરજદારોને હિંમત આપવા અને વ્યાજખોરો સામે અરજદારો કોઈપણ જાતના ડર વગર ફરિયાદ કરે તે માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજ્યો. જેમાં અરજદારોને હિંમત આપીને તેમના કેસો ઝડપથી સોલ્વ કરીને યોગ્ય ન્યાય અપાવવા જિલ્લા પોલીસ વડાએ ખાત્રી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.