5 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા:અરવલ્લીના મોડાસામાં જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી, રાજ્ય સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિતિ રહ્યા

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

અરવલ્લીના મોડાસા ખાતે શ્રેષ્ઠ પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો. જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યા. અરવલ્લી જિલ્લો શિક્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે ત્યારે આજે ઉત્સાહભેર જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સંબોધન કરતા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, આજે શિક્ષક દિવસ ઉજવીએ છીએ.આજે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જન્મદિવસના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. એક શિક્ષક કેવી રીતે સમાજ, દેશને કેવી રીતે પ્રકાશ પાડી શકે છે તે તેમને જીવન ઉપરથી પ્રેરણા મળી છે. આપણા આ કાર્યક્રમમાં માનનીય મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણના અર્જુનસિંહ ચૌહાણ દ્વારા સંબોધન કરતા જણાવ્યું કે, શિક્ષક તરીકેનો વ્યવસાય અને શિક્ષક તરીકે જીવવું બંને અલગ વાતો છે. જે સમાજ અને જે વિસ્તાર માંથી આવું છું તેમાં દરેક પ્રસંગમાં શિક્ષકની જવાબદારી જોઈ છે. શિક્ષકએ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદા રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે.

શિક્ષણના આમુલ પરિવર્તનમાં રાજ્ય સરકાર માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં થઇ રહ્યું છે. પ્રવેશોત્સવ, ગુણોત્સવમાં ખુબજ સુંદર કામગીરી થઇ રહી છે. ભણાવી દેવા કરતા ભણવાની ભૂખ જગાવવી તે એક શ્રેષ્ઠ શિક્ષક કરી શકે છે. સમાજમાં પ્રેરણારૂપ બનવું તેના માટે શું કરવું તે આપણે નક્કી કરવાનું છે. નિયતિએ નક્કી કરેલું છે સમાજનું ઘડતર કરવાનું અને તેના માટે શિક્ષકને જવાબદારી મળી છે. આવનારા સમયમાં સમાજને શ્રેષ્ઠ ભવિષ્ય આપવું તે જવાબદારી છે. સરકારે પ્રયત્નો કર્યા છે અને દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ મળી રહે તેના માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.

શિક્ષણ માટે પણ નવા સંકલ્પો કરીએ આદર્શ પરિસ્થિતિ નિર્માણ ક્યારે થાય જયારે આપણે આદર્શ બનીશું. જેવો શિક્ષક એવો સમાજ એવુ માનવું છે. આપણા જીવનને યોગ્ય માર્ગે લઈ જવામાં શિક્ષક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા જ્ઞાન, કૌશલ્યો અને આવડતને જાણીને આપણી સફળતામાં સહભાગી અને માર્ગદર્શક બને છે. આવો સાથે મળીને આવનારી પેઢીનું સિંચન કરીએ અને નવા સમાજનિર્માણનું ઘડતર કરીએ. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, પુરા પગારમાં સમાવેશ થયેલ શિક્ષકોને આદેશ વિતરણ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...