ગામ હોય કે શહેર હાલ દબાણના પ્રશ્નો તમામ સ્થળો પર માથાંના દુખાવા સમાન બન્યા છે. ત્યારે ભિલોડાના પાલ્લા ગામે એક અરજદાર દ્વારા ગામતડની જમીનમાં કરાયેલા દબાણ દૂર ન કરાતા અરજદાર પરિવાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા પર બેઠો છે.
ભિલોડા તાલુકાના અંતરિયાળ એવા પાલ્લા ગામેં ગામતડની જમીન પર એક શખ્સ દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણ માટે અરજદારે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. તે મુજબ ગ્રામપંચાયત સરપંચ અને સભ્યો દ્વારા તપાસ હાથ ધરીને દબાણ પુરવાર કર્યું હતું. છતાં પણ દબાણ દૂર કરવામાં આવ્યું નથી. જેથી અરજદાર વધુ ન્યાય માટે જિલ્લા સ્વાગતમાં અરજી કરી સ્વાગતમાં પણ દબાણ પુરવાર થતા જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક દબાણ દૂર કરવા આદેશ કર્યો હતો.
છતાં પાલ્લા ગ્રામપંચાયત સત્તાધીશો દ્વારા દબાણ દૂર ન કરાતા પરિવાર નારાજ થયો હતો. વધુ ન્યાય મેળવવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પરિવાર સાથે ધરણા યોજ્યા છે. જિલ્લાના સામહરતાના આદેશને પણ ગોળીને પી જનારા પાલ્લા ગામના સત્તાધીશો સામે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.