• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Dissolution Of The Five day Ganeshji Instituted By The Malpur Valmiki Organization; Devotees Erupted With Great Joy In The Procession

"ગણપતિ બાપ્પા મોરયા":માલપુર વાલ્મિકી સંગઠન દ્વારા સ્થાપિત પાંચ દિવસીય ગણેશજીનું વિસર્જન; શોભાયાત્રામાં ભક્તો ભારે ઉલ્લાસ સાથે જૂમી ઉઠ્યા

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

ભાદરવા સુદ ચોથના દિવસથી શરૂ થયેલા ગણેશ મહોત્સવમાં સ્થાપના કરેલી મૂર્તિનું ત્રણ-પાંચ કે સાત અથવા દસ દિવસે વિસર્જન કરાતું હોય છે. તે મુજબ માલપુરમાં આજે રવિવારે પાંચમા દિવસે વાલ્મિકી સંગઠન દ્વારા સ્થાપિત ગણેશજીનું વિસર્જન કરાયું હતું.

માલપુર પાસેની વાત્રક નદીમાં ભગવાન ગજાનંદની મૂર્તિનું વિસર્જન કરાયું
માલપુર નગરમાં અલગ અલગ વિસ્તારમાં ગણેશમૂર્તિની સ્થાપના કરાય છે. ત્યારે વાલ્મિકી વિસ્તારમાં ભક્તો દ્વારા પાંચ દિવસના ગણેશજીનું સ્થાપન કરાયું હતું. ત્યારે આજે પાંચમા દિવસે તેમની ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં તમામ વાલ્મિકી સમાજના અને અન્ય ભક્તો ભારે ઉત્સાહથી જુમી ઉઠ્યા હતા અને આવતા વર્ષે વહેલા પધારશોની ગણેશજીને પ્રાર્થના કરી હતી. સમગ્ર માલપુર નગરમાં આ શોભાયાત્રા ફરી હતી અને માલપુર પાસેની વાત્રક નદીમાં ભગવાન ગજાનંદની મૂર્તિનું વિસર્જન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...