સંમેલન યોજાયો:અર્ધલશ્કરી દળના પરિવારને મળવાપાત્ર લાભો-માગોની ચર્ચા

મોડાસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શામળાજી પાસે પેરામિલિટ્રી ફોર્સના 5 જિલ્લાના જવાનોનું સંમેલન મળ્યું

શામળાજી પાસે પાંચ જિલ્લાના નિવૃત્ત લશ્કરી દળના જવાનોની ખાસ બેઠક મળી હતી અર્ધલશ્કરી દળના પરિવારના લાભો અને તેમની માગણીઓ આ અંગે ચર્ચા કરીને આગળની કરીને આગળની રણનિતી ઘડવામાં આવી હતી. જેમાં 250 થી વધુ વીરજવાનો સંમેલનમાં હાજર રહ્યા હતા.અરવલ્લી જિલ્લાના પેરા મિલિટરી ફોર્સના જવાન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે માજી-પેરામિલેટ્રી (અધૅલશ્કરી) સંગઠન ના પ્રાણ પ્રશ્નોને લઇ અરવલ્લી જિલ્લામાં એક મિટિંગ નું આયોજન રવિવારે સવારે 9:00 ભિલોડા તાલુકામાં રાખવામાં આવ્યું હતું.

જેમાં રાજ્યના સૌ અર્ધ લશ્કર ના પરિવાર ના સદસ્ય જેવા કે યુદ્ધમાં ઘવાયેલ તેમજ શહીદ જવાનોના પરિવારના ઉત્થાન માટે પેરામિલિટરી વેલ્ફેર એસોસીએશન ગુજરાત, તેમજ ગુજરાત અર્ધલશ્કરી દળ એસોસિયનના સંયુક્ત ઉપક્રમે ભૂતપૂર્વ અર્ધલશ્કરી દળના જવાનોના હક માટે ના અભિયાનમાં છેવાડાનો અર્ધ લશ્કરી દળના પરિવારને પણ સરકારના મળનારા લાભો. તેમજ આવનાર સમયમાં સરકાર જોડે તેમને પરિવારને પડતી મુશ્કેલીઓ ની માગણી કરી શકાય હેતુ ભિલોડા તાલુકાના ધંબોળિયા ખાતે લગભગ અઢીસો ઉપરાંત નિવૃત વીર જવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...