પૂજા-અર્ચના-દર્શન-પ્રસાદ બંધ:બાયડમાં દીપેશ્વરી ધામ આવતીકાલે ગ્રહણના હિસાબે બંધ રહેશે; મંગળા આરતી બાદ સાંજે મંદિર ખુલશે

અરવલ્લી (મોડાસા)19 દિવસ પહેલા

કોઈપણ ગ્રહણ કે એવો પર્વ હોય ત્યારે ધાર્મિક મંદિરોમાં પૂજન અર્ચન તેમજ દર્શન પ્રસાદ બંધ રહેતા હોય છે. જ્યારે ગ્રહણનો વેધ પૂર્ણ થાય ત્યારે દર્શન ખુલે છે. ત્યારે ઉન્ટરડા ગામે આવેલો દીપેશ્વરી ધામ પણ બંધ રહેશે.

ગ્રહણના લીધે મંદિર ટ્રસ્ટ દ્વારા બંધ રાખવામાં આવશે
બાયડની પશ્ચિમે આવેલો ઉન્ટરડા ગામે દિપોમાંનું ધામ દીપેશ્વરી માતાનું મંદિર આવેલું છે. આ ધામમાં દર રવિવારે અને પૂર્ણિમાના દિવસે દૂર દૂરથી હજારો ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે અને દર્શન કરી પ્રસાદ લઈ ધન્ય બનતા હોય છે. ત્યારે આવતીકાલે મંગળવારે પૂનમ છે. સાથે સાથે ગ્રહણ પણ છે. એટલે મંદિર ટ્રસ્ટ દ્વારા આખો દિવસ મંદિર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સવારે 4 વાગે મંગળા દર્શન બાદ મંદિર બંધ થશે અને સાંજે 7:30 કલાકે મંદિર ખુલશે. આમ આખો દિવસ મંદિર બંધ રહેતા ભોજન પ્રસાદ પણ બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...