મોડાસા શહેરના કોલેજ રોડ, ડુગરવાડા રોડ અને પહાડપુર રોડ ઉપર ઓછી સ્ટ્રીટ લાઈટો હોવાથી રાત્રે અવર-જવર કરતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ઉભો થયો છે. પરિણામે સ્થાનિકોએ ઉપરોક્ત રસ્તાઓ ઉપર પૂરતી સ્ટ્રીટ લાઈટો લગાવવા માટે પાલિકા સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ન કરતાં મોડાસાની સામાન્ય સભામાં ઉપરોક્ત વિસ્તારના કોર્પોરેટરે પૂરતી સ્ટ્રીટ લાઈટો લગાવવા ઉગ્ર માગણી કરી હતી
મોડાસા શહેરના કોલેજ રોડ પર, ડુગરવાડા રોડ ઉપર 50 કરતાં વધુ સોસાયટીઓ આવેલી છે. શહેરના છેવાડા વિસ્તારમાં આવેલી ઉપરોક્ત સોસાયટીના રહીશો શહેરના મુખ્ય કોલેજ રોડ અને ડુંગરવાડા રોડ અધૂરી સ્ટ્રીટ લાઈટો ન હોવાના કારણે રાત્રે અંધારપટ છવાઈ જતાં રાહદારીઓને ઉપરોક્ત રસ્તા ઉપરથી પસાર થવામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરતો પડતો હોવાથી અને સાંજે માંડી સાંજે ટ્યુશન ક્લાસીસમાંથી પરત ફરતા વિદ્યાર્થી ભાઈ બહેનોને અધૂરી સ્ટ્રીટ લાઈટના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી સ્થાનિક સોસાયટીના રહીશો અને અગ્રણીઓએ અગાઉ વારંવાર પાલિકા સત્તાવાળાઓ સમક્ષ કોલેજ રોડ અને ડુગરવાડા રોડ ઉપર પૂરતી સ્ટ્રીટ લાઈટો લગાવવા માટે માગણી કરી હતી.
તદુપરાંત મોડાસાના અડીને આવેલા પહાડપુર રોડ ઉપર પણ છેવાડા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ના અભાવના કારણે પહાડપુરના ગામજનો અને ઉપરોક્ત રોડ ઉપર આવેલી સોસાયટીના રહીશોને મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉપરોક્ત રસ્તાઓ ઉપર જરૂરિયાત મુજબ સ્ટીલાઈટની સુવિધા ઉભી કરવામાં આવે તે માટે મોડાસા પાલિકાના વિરોધ પક્ષના કોર્પોરેટરો અને જી.આઈ ખાલીકે પણ સામાન્ય સભામાં પ્રશ્નો ઉઠાવીને લેખિતમાં પ્રમુખ અને મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.