ધનસુરા તાલુકાના ઉદેપુર ગામે ચૂંટણી બહિષ્કારનાં બેનર લાગ્યાં હતાં. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ગામડાઓમાં પડતર પ્રશ્નોને લઈ આંદોલન, ધરણાં અને બહિષ્કારની ચીમકી આપી કામ કરાવવા તંત્રનું નાક દબાવવાના પ્રયાસો આ રીતે થતાં જોવા મળે છે.
અનેક રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી
ધનસુરા તાલુકાના ઉદેપુર ગ્રામ પંચાયત વિસ્તારના રામપુરથી ઉદયપુર સુધીનો રોડ 2011ની સાલમાં બન્યો હતો. ત્યારબાદ કોઈ જ સમારકામ થયું નથી. જેથી આમ જનતાને અને વાહનચાલકોને અવર-જવરમાં ખૂબ તકલીફ પડે છે. ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રોડ માટે રજૂઆત કરી પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા અને 'રોડ નહીં તો વોટ નહીં' નાં બેનર લગાવ્યાં હતાં તેમજ ચૂંટણી બહિષ્કારનું એલાન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.