અરવલ્લી જિલ્લાના વાત્રક અને માઝૂમ ડેમની કેનાલ તથા વાત્રક ડેમની જમણા તથા ડાબા કાંઠાની કેનાલો બિલકુલ જર્જરિત હાલતમાં છે. કેનાલના બંને બાજુ પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયેલા છે. કેનાલમાં પણ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા બનાવેલ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી પહોંચાડવા કરોડો રૂપિયાના ખર્ચે કેનાલ બનાવવામાં આવે છે. આ કેનાલોની જાળવણી માટે પણ દર વર્ષે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. કેનાલોમાં ઉગતા ઝાડી-ઝાંખરા અને જંગલ કટિંગ માટે પણ અલગથી લાખો રૂપિયા ફાળવાતા હોય છે. પરંતુ અરવલ્લી જિલ્લાના મુખ્ય જળાશયોની કેનાલ માટે જાળવણી અને જંગલ કટિંગની કામગીરી ફક્ત કાગળ પર હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે.
કેનાલો બિલકુલ જર્જરિત હાલતમાં, અંદર ઝાડી-ઝાખરા ઉગી નીકળ્યા
જિલ્લાના મુખ્ય ડેમો માંથી કેનાલ દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે આ કેનલોની રીપેરીંગ અને જાળવણી કરવાની તેમજ તેમાંથી જંગલ કટિંગ કરી સફાઈની જવાબદારી સિંચાઈ વિભાગની હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના વાત્રક અને માઝૂમ ડેમની કેનાલ તથા વાત્રક ડેમની જમણા તથા ડાબા કાંઠાની કેનાલો બિલકુલ જર્જરિત હાલતમાં છે. કેનાલના બંને બાજુ પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયેલા છે. ત્યારે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ કેનાલોના સરફેસિંગ અને જંગલ કટિંગ માટે ફાળવાય છે, ત્યારે આ ગ્રાન્ટ ક્યાં વપરાય છે એની સામે સવાલો ઉભા થયા છે. આ કેનાલોમાં કોઈજ રીપેરીંગની કામગીરી અને અંદરના ઝાડી-ઝાંખરાની સફાઈ ના થતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે કેનાલોની યોગ્ય સફાઈ સાથે જાળવણી થાય એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.