રજૂઆત:ઇ ગ્રામ કોમ્પ્યુટર કર્મીઓને ફિક્સ વેતનથી નિમણૂંક આપવા માંગણી

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પારઘીની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં કામ કરતા ઇગ્રામ કોમ્પ્યુટર સાહસિકોને કમિશનને બદલે ફિક્સ વેતનથી નિમણૂંક આપવા અને તેમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવા અરવલ્લી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી ઇ-ગ્રામ કોમ્પ્યુટર્ સાહસિકો ના હિતમાં યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરાઇ હતી

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ એ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવાયું છે કે ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ દ્વારા ૨૦૧૬થી મુખ્યમંત્રીને ઉપરોક્ત બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમજ નવા મુખ્યમંત્રી અને પંચાયતમંત્રી બનતા તેમને પણ માંગણીઓના પ્રશ્ને તા.૨૧ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ રજૂઆત કરી હડતાળ કરવાની જાહેરાત મંડળે કરેલ હતી.

ત્યારબાદ હાલના પંચાયતમંત્રી દ્વારા તા.૨૦ ઓક્ટોબર ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાહેધરી આપેલ હતી. ત્યારબાદ તા.૨૭ ઓક્ટોબર ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરાવીને પગાર ધોરણની માંગણીનું નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સુચના આપતા સકારાત્મક બાહેધરી આપેલ હતી.

અન્ય સમાચારો પણ છે...