ઓનલાઇન રજિસ્ટ્રેશન:અરવલ્લીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે તા. 25 મી થી રજિસ્ટ્રેશન

મોડાસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈ-ગ્રામ પં.કેન્દ્રો બંધ હોવાથી રજિસ્ટ્રેશન માટે નવાજૂનીના એંધાણ
  • મગફળી, મગ, અડદ અને ​​​​​​​સોયાબીનની ખરીદી માટે તા. 25 થી 24 ઓક્ટોબર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે

અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા. 25 સપ્ટેમ્બર થી તા.24 ઓક્ટોબર દરમિયાન વર્ષ 2022-23 માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ પીએસએસ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે ખેડૂતોની ઓનલાઇન નોંધણી શરૂ થવાની હોવાનું વિકાસ કમિશનની કચેરી ગાંધીનગર દ્વારા સંલગ્ન વિભાગોને જણાવાયું છે.જોકે જિલ્લામાં ઇ ગ્રામ કેન્દ્ર ખાતેના વીસીઇ પડતર માગણીઓના પ્રશ્ને હડતાળ ઉપર હોવાથી ખેડૂતો અત્યારથી જ મૂંઝવણમાં મૂકાયા છે.

અરવલ્લી જિલ્લામાં વર્ષ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ખેડૂતોની ઓનલાઇન નોંધણી કરવા કરવા બાબતે, ખેતી નિયામક ગાંધીનગરના તા.22-09 ના પત્રની વિગતે ખરીફ 2022-23 માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ખેડૂતોની ઓનલાઇન નોંધણી તા.25-09-2022 થી તા.24-10-2022 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વી.સી.ઇ. મારફતે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની થાય છે.

ખાસ ફરજ પરના અધિકારી ઇજીવીજીએસ વિકાસ કમિશ્નરની કચેરી, ગાંધીનગર દ્વારા ઉપરોક્ત રજીસ્ટ્રેશન બાબતે વિભાગીય અધિકારીઓને જાણ કરાઈ હોવાનું જાણવા મળેલ છે. જોકે જિલ્લામાં ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા માટે માત્ર ત્રણ દિવસ આડા રહ્યા છે. પરંતુ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી પડતર માગણીઓના પ્રશ્ને ઇ ગ્રામ પંચાયત કેન્દ્રોની વીસીઈ મારફતે કરાતી કામગીરી ઠપ થઈ ગઈ હોવાથી વિભાગીય અધિકારીઓ પણ વિમાસણમાં પડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...