વાહન ચાલકો અને રાહદારીઓ ને અકસ્માતનો ભય:મોડાસા શહેરના બાયપાસ રોડ પર ડુગરવાળા ચોકડીએ સર્કલના અભાવે અકસ્માતોનો ભય

મોડાસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાયપાસ અને શહેરના તમામ ચાર રસ્તા, ત્રણ રસ્તા પર સર્કલ બન્યા
  • ભારે વાહનોથી સહયોગ ચોકડી બાદ રાણા સૈયદ સુધી અકસ્માતોની ભરમાર

મોડાસા શહેરના બાયપાસ મેઘરજ ચોકડી અને માલપુર સહયોગ ચોકડી તેમજ શામળાજી રોડ થી મોડાસામાં પ્રવેશતા રસ્તા ઉપર તેમજ શહેરના અન્ય ત્રણ અને ચાર રસ્તાઓ ઉપર લોક ભાગીદારીથી પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને અન્ય અગ્રણીઓ ના પ્રયાસોથી સર્કલ બનાવવામાં આવ્યા છે પરંતુ બાયપાસ રોડ ઉપર વાળા ચોકડી ખાતે સર્કલ ના અભાવે ખેડૂતો વાહન ચાલકો અને રાહદારીઓ ને અકસ્માતનો ભય સતાવી રહ્યો રહ્યો હોવાનું મોડાસાના ડુંગરવાળાના અગ્રણી ભીખાભાઈ પટેલ અને વનમાળી મહારાજે જણાવ્યું હતું.

મોડાસા માલપુર અને ધનસુરા તાલુકાના ગામડાઓના ખેડૂતોને વાયા ડુંગર વાળા થઈને ડુંગરવાળા ચોકડી બાયપાસ રોડ ક્રોસ કરવો પડે છે પરિણામે ડુગર વાળા ચોકડી અને તેની આસપાસ ટ્રેક્ટરો અને બળદ ગાડાના પણ અકસ્માતો તેમજ રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકો પણ અકસ્માતનો ભોગ બનતા હોવાની બૂમ ઉઠી છે.

ડૂગરવાડા બાયપાસ ચોકડી ઉપર સર્કલના અભાવે બાયપાસ રોડ ક્રોસ કરતાં લોકોમાં અને ઉચ્ચ અભ્યાસથી આજુબાજુના ગામડામાંથી સાયકલ ઉપર આવતા વિદ્યાર્થીઓમાં અકસ્માત નો ભય ફેલાય છે તેથી આ અકસ્માતો નિવારવા માટે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ અથવા તો હાઇવે ઓથોરિટી દ્વારા ડુગરવાળા ચોકડી ઉપર સર્કલ બનાવાય તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...