ચાલુ કન્ટેનરમાં આગ ભભૂકી:હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર કન્ટેનરમાં આગ લાગતાં કન્ટેનર બળીને ખાખ, ડ્રાઇવર-ક્લીનરનો આબાદ બચાવ

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

નેશનલ હાઇવે પર વાહનોમાં અચાનક આગની ઘટનાઓ વધતી ગઈ છે. ત્યારે આજે વહેલી પરોઢે શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પર ટ્ર્કની કન્ટેનરમાં આગ લાગી હતી. જેમાં ડ્રાઇવરની સમયસુચકતાથી તેનો અને ક્લીનરનો બચાવ થયો હતો. જ્યારે મોડાસા ફાયર શાખાની ટીમે ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
આજે વહેલી પરોઢે હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર એક કન્ટેનર ટ્રક પસાર થઈ રહી હતી. તે સમયે કન્ટેનરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઇવરની સિફતથી સળગતા કન્ટેનરને એક સાઈડમાં લઇ ડ્રાઇવર, ક્લીનર બન્ને કૂદી પડ્યા હતા. જેથી બન્નેનો આબાદ બચાવ થયો હતો. જોકે અચાનક લાગેલી આગ ટ્રકમાં એટલી ફેલાઈ ગઈ હતી કે, આગ સંપૂર્ણ ટ્રકમાં લપેટાઈ હતી. આ સમગ્ર ઘટના અંગે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા મોડાસા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગને કાબુમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...