રાજેન્દ્રસિંહ ઠાકોર સતત ત્રણ વખત રિપીટ:મોડાસા બેઠક માટે કોંગ્રેસે રાજેન્દ્રસિંહ ઠાકોરને ટીકીટ આપી; વધુમાં વધુ લીડથી વિજયી બની હેટ્રિક નોંધાવવા જણાવ્યું

અરવલ્લી (મોડાસા)3 મહિનો પહેલા

મોડાસા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી ચાલુ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને સતત ત્રીજી વખત ટિકિટ આપતાં મોડાસા બેઠક પર ત્રિપંખીયો જંગ જોવા મળશે. જ્યારે રાજેન્દ્રસિંહ ઠાકોરને કોંગ્રેસ તરફથી જાહેર કરાતા, તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મોડાસા વિધાનસભા બેઠક પર મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને રિપીટ કરાયા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને ફરીથી ટિકિટ આપતા પરિવારજનોમાં ખુશી પ્રસરી છે. મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને વર્ષ 2012, 2017 અને હવે 2022માં ટિકિટ આપી છે. તેમને ક્ષત્રિય ઠાકોર સમાજના ચહેરા તરીકે ફરીથી કોંગ્રેસે ઉમેદવાર જાહેક કર્યા છે. છેલ્લા ઘણાં દિવસથી અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારોની ટિકિટને લઇને કોકડું ગૂંચવાયું હતું. ત્યારે મોડાસા વિધાનસભા બેઠક પર રાજેન્દ્રસિંહ ઠાકોરને જાહેર કરાતા, તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...