કોંગ્રેસ સર્વોચ્ચ સમિતિ દ્વારા બુધવારે મોડી સાંજે રાજ્યની જુદી જુદી 37 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં બાયડ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જ્યારે ભિલોડા વિધાનસભા એસટી બેઠક ઉપર કોંગ્રેસે અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારગીને ટિકિટ ફાળવીને ચૂંટણી જંગમાં ઉતારતા ભાજપના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં યોજાયેલી કાંટાની ટક્કર ફરી બંને ઉમેદવારો વચ્ચે જોવા મળશે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી બાયડ વિધાનસભા બેઠક ઉપર અને ભિલોડા વિધાનસભા બેઠક ઉપર કોકડું ગૂંચવાયું હતું કોંગ્રેસ મોવડી મંડળે છેલ્લે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલાને બાયડ માલપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરીને ટિકિટ ફાળવતા રાજકીય હડકંપ મચી ગયો હતો વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા 110 મેઘરજ માલપુર બેઠક ઉપર ભાજપના હાલના ઉમેદવાર ભીખીબેન પરમાર સામે 13299 મતથી વિજય થયા હતા કોંગ્રેસે આ બેઠક કબજે કરવા માટે 15 વર્ષ બાદ ભીખીબેન પરમાર સામે ફરી મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ ફાળવીને નવો દાવખેલ્યો છે
ભિલોડા એસટી બેઠક ઉપર છેલ્લે કોંગ્રેસે અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ પારગીને ટિકિટ ફાળવી હોવાનું જાહેર કર્યું છે આ બેઠક ઉપર છેલ્લે આદિવાસી સમાજના ચાર જેટલા કોંગી આગેવાનો ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા હતા ભિલોડા બેઠક માટે પણ ગોડફાદારો દ્વારા મોટું લોબિંગ શરૂ થયું હતું પરંતુ કોંગ્રેસની સર્વોચ્ચ સમિતિ દ્વારા ભિલોડા બેઠક ઉપર રાજેન્દ્ર પારગીને ટિકિટ ફાળવવામાં આવતા કોંગ્રેસ ભાજપ વચ્ચે કાંટાની ટક્કર સર્જાવાના એધાણ ઊભા થયા છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.