રાજેન્દ્રસિંહ ઠાકોરે નામાંકન પત્ર ભર્યું:મોડાસા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું; વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી

અરવલ્લી (મોડાસા)3 મહિનો પહેલા

અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે ફોર્મ ભરવાના હવે માત્ર બે દિવસ બાકી છે, ત્યારે આજે કોંગ્રેસમાંથી રાજેન્દ્રસિંહ ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને પોતાના નિવાસ સ્થાનેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

31 મોડાસા વિધાનસભા માટે કોંગ્રેસે સતત ત્રીજી ટર્મ માટે ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ઠાકોરના નામ પર પસંદગી નો કળશ ઢોળ્યો છે. ત્યારે આજે રાજેન્દ્રસિંહ ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું એ અગાઉ પોતાના નિવાસ સ્થાનેથી વિશાળ રેલી યોજી હતી. ડી.જેના તાલે સર્વે સમર્થકોનું અભિવાદન ઝીલતા ઝીલતા રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી અને સમર્થકો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીને સોગંધનામું કરી ફોર્મ રજૂ કર્યું હતું. ત્યારે તેમણે જણાવ્યું કે, ત્રીજી વખત પાર્ટીએ મારા પર પસંદગી ઉતારી છે, ત્યારે હું જંગી બહુમતીથી વિજય મેળવીશ.

અન્ય સમાચારો પણ છે...