વાજતે ગાજતે વિસર્જન:માલપુરમાં આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર ઉજવાયેલ ગણેશ મહોત્સવનું સમાપન; પ્રતિમાને વાત્રક નદીમાં વિસર્જિત કરાઈ

અરવલ્લી (મોડાસા)17 દિવસ પહેલા

આજે અનંત ચૌદશ એટલે ભગવાન ગજાનંદના 10 દિવસીય ગણેશમહોત્સવનું સમાપન. ભક્તો દ્વારા સ્થાપના કરાયેલ ગણેશ પ્રતિમાઓને આજે શોભાયાત્રા બાદ પવિત્ર જળમાં વિસર્જિત કરાય છે. ત્યારે આજે માલપુર નગરમાં પણ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું

માલપુર નગરના અલગ અલગ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરાઈ હતી. જેમાં મુખ્ય માલપુર નગર કે રાજાના ગ્રુપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર ઉજવણી કરવા માં આવી હતી. ત્યારે આજે શ્રીજીના સમાપન વખતે શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ નગરની તમામ પ્રતિમાઓને પવિત્ર વાત્રક નદીમાં વિસર્જિત કરાઈ હતી. માલપુર નગર કે રાજા મહોત્સવમાં ભગવાનને શોભાયાત્રા માટેનું ટ્રેક્ટર પણ તિરંગા રંગનું રાખવા માં આવ્યું હતું. ખાસ મહિલાઓ પોતાનો ડ્રેસ કોડ નક્કી કરી એક સરખા ડ્રેસમાં રાષ્ટ્રધ્વજ લઈ શોભાયાત્રામાં જોડાયા હતા જે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...