ભિલોડાના ગોઢપાલ્લામાં બોરની કાંટાળી વાડ બાબતે બે ભાઈઓના પરિવાર વચ્ચે ઝઘડો થતાં આ ઝઘડામાં નાનાભાઈ અને તેની પત્નીએ અને અન્ય એક મહિલાએ નાનાભાઇના મોટાભાઇને માર મારતાં શામળાજી પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને પોલીસ દ્વારા ત્રણે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગોઢપાલ્લામાં ખેતરમાં આવેલી બોરના કાંટાળી વાડ બાબતે બે સગાભાઇઓના પરિવાર વચ્ચે ગાળાગાળી બાદ ઝઘડો થતાં આ ઝઘડામાં મહિલાએ આધેડને પગના ભાગે લાકડી મારીને તેનો નાનો ભાઈ હાથમાં પથ્થર લઈને મારવા માટે દોડી આવીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં લાલજીભાઈ બદાભાઈ ગામેતીએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લાડુબેન કિરણભાઈ ગામેતી,બાબુભાઈ બદાભાઇ ગામેતી અને શારદાબેન બાબુભાઈ ગામેતી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.