ફરિયાદ:એટીએમ કાર્ડનો ઉપયોગ કરી 25હજાર ઉપાડી લેતાં ફરિયાદ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસામાં એક્ટિવાની નકલી ચાવીથી ડિકી ખોલી
  • બકરાની લે-વેચ કરતા વેપારીની અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

મોડાસાના અલકસાપાર્ક સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલી એક્ટિવાની ડિકી ડુપ્લીકેટ ચાવીથી ખોલી તેમાં રહેલા એટીએમનો ઉપયોગ કરી રૂ. 25000 ઉપાડી લેતાં વેપારીએ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોડાસાની અલકસાપાર્ક સોસા.માં રહેતા અને બકરાની લે-વેચનો વેપાર કરતા આબીદ ભાઈ આલમભાઈ મુલતાની બે દિવસ અગાઉ તેમની એક્ટિવા નં. જીજે 31 એલ 9604 ઘર આગળ પાર્ક કરી સૂઈ ગયા હતા. દરમિયાન કોઇ જાણભેદુએ નકલી ચાવીથી એક્ટિવાની ડિકી ખોલી તેમાં બીઓબીનાના એટીએમથી રૂ.25072 ઉપાડી લીધા હતા.

દરમિયાન 17 મેએ સવારે તેમના મોબાઇલમાં એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હોવાનો મેસેજ આવતાં તેમણે એક્ટિવાની તપાસ કરતા એક્ટિવા ડુપ્લીકેટ ચાવીથી ખોલીને તેનો દુરુપયોગ કરીને એટીએમ જેમ હતું તેમ મૂકીને અજાણ્યો શખ્સ પલાયન થઈ જતાં આબીદભાઈ મુલતાનીએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...