ફરિયાદ:માલપુરના સોનીકપુરના વેપારીની સગા સામે વ્યાજખોરીની ફરિયાદ

મોડાસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગાના વેપારીએ રોકડ,પ્લોટ સહિત કુલ ~31. 69 લાખ ચૂકવ્યા હોવા છતાં ~44 લાખની માંગણી કરી

માલપુરના સોનીપુરના અને પનવેલમાં નાગેશ્વરમ જ્વેલર્સ ધરાવતા વેપારીએ અડધા ટકાના વ્યાજ દરે સગા પાસેથી 18 લાખ લીધા હતા અને તેની સામે 31.39 લાખ વ્યાજદર અને મુદ્દામાલ ચૂકવ્યો હોવા છતાં વેપારી પાસે સગા દ્વારા 44 લાખ બાકી હોવાની માગણી કરી સગા દ્વારા તેને ધમકી આપી ત્રાસ અપાતાં છેલ્લા બે મહિનાથી પનવેલ છોડીને માલપુરના સોનિકપુરમાં આવી ગયેલા વેપારીએ હાલ પનવેલ માં રહેતા માલપુરના સુરાના પહાડીયાના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સોનીકપુરના અને છેલ્લા 25 વર્ષથી મુંબઈના પનવેલમાં નાગેશ્વરમ જ્વેલર્સના ધંધા સાથે સંકળાયેલા જયપ્રકાશભાઈ પટેલે પનવેલમાં રહેતા અને ફર્નિચરનો વ્યવસાય ધરાવતા તેમના સગા હર્ષદભાઈ પટેલ પાસેથી વર્ષ 2016 માં અડધા ટકા વ્યાજ દરે 18 લાખ લીધા હતા તેની સામે વેપારીએ મોડાસામાં દેવલ સિટીમાં આવેલો 18 લાખનો પ્લોટ અને રોકડ 1369650 મળી કુલ 3169650 વ્યાજ તથા મુદ્દલ રકમ ચૂકવી દીધેલ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે તદુપરાંત વેપારી એ સગા ને રૂપિયા 4,50,000 આપવાના બાકી હોય તેમ છતાં તેના સગાએ તેની પાસે રૂપિયા 4406076 આપવાના બાકી નીકળતા હોવાનું જણાવીને તેને સગા દ્વારા અવારનવાર ધમકી અપાતાં તે મુંબઈનું પનવેલ છોડીને છેલ્લા બે માસથી માલપુર આવી ગયો હતો.

આ અંગે જય પ્રકાશ કાંતિલાલ પટેલ રહે સોનીકપુરે હર્ષદભાઈ ડાયાભાઈ પટેલ રહે. સુરાના પહાડિયા માલપુર પટેલ પાર્ક સોસાયટી પનવેલ મહારાષ્ટ્ર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે સગાને આપેલા કોરા ચેક ની માગણી કરતાં કોરા ચેક પનવેલમાં પડ્યા હોવાનું કહીને પાછળથી 26 લાખ ની રકમભરેલા ત્રણ જુદા જુદા ચેક બેંકમાં નાખીને બાઉન્સ કરાવી તેની સામે કોર્ટમાં ચેકબાઉન્સનો કેસ કર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...