ફરિયાદ:મોડાસાની પરિણીતા પાસે 5 લાખ દહેજ માગી ત્રાસ ગુજારતાં ફરિયાદ

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ ચારિત્ર પર શક કરી મારતો, બે મહિલા સહિત 7 સામે ફરિયાદ

મોડાસાની જીવન જ્યોત સોસાયટીમાં રહેતી પરિણીતાને શહેરની તિરૂપતિ સોસાયટી અને ન્યૂ લક્ષ્મી સોસાયટી તેમજ મધુવન સોસાયટીમાંમાં રહેતા સાસરિયાં ત્રાસ આપી પતિ પરિણીતા પાસે 5 લાખની દહેજની માગણી મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલાઓ સહિત સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મોડાસાની જીવન જ્યોત સોસાયટીમાં રહેતી મિત્તલબેનના લગ્ન ચાર વર્ષ અગાઉ માલપુરના સાતરડાના અને મોડાસાની તિરુપતિ સોસાયટીમાં રહેતા હિતેશકુમાર ખાનચંદ્ર રાજદીપ સાથે થયા હતા.

પરિણીતાને છેલ્લા કેટલાય સમયથી પતિ ત્રાસ આપીને આધુનિક સરસ સામાન ખરીદવા 5 લાખની દહેજ ની માગણી કરીને અન્ય સાસરિયાંઓની ચઢામણીથી પતિ ચારિત્ર ઉપર શંકા રાખી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકતાં મિત્તલબેને મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તિરૂપતિ સોસાયટીમાં રહેતા હિતેશકુમાર ખાનચંદ રાજદીપ, ખાનચંદ જીવાભાઈ રાજદીપ, જશીબેન ખાનચંદ રાજદીપ વિપુલભાઈ ખાનચંદ્ર રાજદીપ, શીતલબેન વિપુલકુમાર રાજદીપ તમામ રહે. તિરુપતિ સોસાયટી મોડાસા અને દલસુખભાઈ જીવાભાઇ પરમાર રહે. ન્યૂ લક્ષ્મી સોસાયટી મોડાસા તેમજ પ્રવિણભાઈ જીવાભાઇ પરમાર રહે. મધુવન સોસાયટી સહયોગ ચોકડી પાસે મોડાસા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...