મોડાસાના આલમપુર પાસે થયેલા ટ્રિપલ અકસ્માતમાં મોડાસાના ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાઇ છે અને આ અકસ્માતમાં રાજસ્થાની કન્ટેનર ચાલક અને કંડક્ટર ભડથું થઇ ગયા હોવાની ઓળખ પોલીસે કરી હતી. આલમપુર પાસે શનિવારે પોણા દસ વાગ્યાના સમયે મોડાસાનો ટ્રકચાલક પોતાના કબજાની ટ્રક નંબર gj31 t 3664 પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી હંકારી લાવતા રાજસ્થાનની કન્ટેનર નંબર આરજે 52 જીએ 7978 ની ઓવરટેક કરતી વખતે સામેથી આવતી ટ્રકને આગળના ભાગે ટક્કર મારી અકસ્માત સર્જતા ભયંકર વિસ્ફોટ સાથે આગ ભભૂકી ઉઠી હતી
જેમાં પથ્થર માટી ભરેલ કન્ટેનર ડ્રાઇવર તથા તેની સાથેનો અન્ય શખ્સ આ અકસ્માતમાં આગ લાગતા ભડથું થઇ ગયા હતા. આ અંગે અસલમખાન શાહીદ ખાન જગમાલખાન રહે. પટવાર જિ.અલવર રાજસ્થાનના ટ્રક માલિકે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોડાસાના ટ્રક ચાલક સદ્દામ ગનીભાઇ ઘાંચી રહે મોડાસા વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકો ચિત્તોડગઢ રાજસ્થાનના રહેવાસી
આલમપુર પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલક કાલુલાલ બક્ષુલાલ ગાડરી (27) રહે સાદી સાગર જિ.ચિત્તોડગઢ રાજસ્થાન અને કંડક્ટર ગોપાલલાલ રામલાલ ગાડરી (32) રહે. કુલકા ખેડા તા. ગોપાલ સાગર જિ. ચિત્તોડગઢ રાજસ્થાન બંનેના મોત નિપજ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.