ફરિયાદ:ભિલોડાના કુડોલપાલ ગામે દેરાણી-જેઠાણીના ઝઘડામાં 7 સામે ફરિયાદ

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેરાણી-જેઠાણી વચ્ચે બોરકૂવાનો વાયર કાપવા બાબતે મારામારી

ભિલોડાના કુડોલપાલમાં વિધવા દેરાણી-જેઠાણી વચ્ચે બોરકૂવાનું વાયર કાપવા બાબતે તેમજ સામે પક્ષે થયેલા ઝઘડામાં મકાનમાંથી બહાર નીકળવા બાબતે થયેલા ઝઘડામાં ઉગ્ર બોલાચાલી દરમિયાન સામસામે લાકડી વડે અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં પાંચ મહિલાઓ અને એક અજાણ્યા શખ્સ સહિત 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

કુડોલપાલમાં કોકીલાબેન ભગોરાના બોર કૂવા ઉપર ઈલેક્ટ્રીક વાયર કાપી નાખતા તેમની જેઠાણી પારૂલબેન વચ્ચે બોલાચાલી દરમિયાન ઝઘડો થયો હતો આ ઝઘડામાં અજાણ્યા શખ્સ દ્વારા લાકડી વડે અને અન્ય 3 મહિલાઓ દ્વારા વિધવાને મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં કોકીલાબેન બાબુભાઈ ભગોરાએ પારૂલબેન ચંદુભાઈ ભગોરા, ફાલ્ગુનીબેન ચંદુભાઈ ભગોરા તેમજ અંકલેશ્વરીબેન ચંદુભાઈ ભગોરા અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

કુડોલપાલમાં પારુલ બેનને બે મહિલાઓ અને એક યુવાન કહેવા લાગ્યા હતા કે ઘરની બહાર નીકળ કેમ આવી છે. તેમ કહીને લાકડી મારીને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પારૂલબેન શંભુભાઈ ભગોરાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીગરભાઈ બાબુભાઈ ભગોરા, નીરૂબેન જીગરભાઈ ભગોરા, અને કોકીલાબેન બાબુભાઈ ભગોરા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...