અરવલ્લી જિલ્લા કલેક્ટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા સમીક્ષાની બેઠક મળી હતી જેમાં જિલ્લાના દરેક ખૂણે પાણીનો યોગ્ય જથ્થો પૂરો પાડવા માટે અધિકારીઓને સૂચના અપાઈ હતી. પાણીની સમસ્યાના નિવારણ માટે ગ્રામ્ય લેવલે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન સાધવા વહીવટી અધિકારીઓને સૂચના અપાઇ હતી.
જિલ્લાના વિવિધ ગામમાંથી મળેલી પાણી સમસ્યાની ફરિયાદોની સમીક્ષા કરી તેને આ સમસ્યાનો યોગ્ય અને ઝડપી નિકાલ લાવવાની પ્રક્રિયા પર વિચાર વિમર્શ કરાયો હતો. નલસે જલ યોજના હેઠળ દરેક ફળિયામાં પાણી કનેક્ટિવિટી પહોંચે તે અંગે પણ કામગીરી ધ્યાને લેવાઇ હતી. દરેક લોકોને કોઈ પણ પરિસ્થિતિમાં પીવાના પાણીની અછત ન સર્જાય તે અંગે પણ વિચારણા કરાઇ હતી.
જિલ્લામાં ચાલતી ખેત તલાવડી, બોર વ્યવસ્થા, તળાવ ઊંડાણ, નહેર લંબાવવાની પ્રક્રિયા, તળાવ ભરવાની કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી. દરેક યોજનાનો લાભ લોકો સુધી ઝડપથી પહોંચાડી શકાય તે અંગે પણ ચર્ચા કરાઈ. હતી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. ડી.ડાવેરા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.