સુવિધા:ભિલોડામાં ક્લબ ફૂટ ક્લિનિકનો પ્રારંભ કરાયો બાળકોના વાંકાચૂકા પગની સારવાર ફ્રી માં થશે

મોડાસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્લિનિક દર શુક્રવારે સવારના 9 થી બપોરના 12 સુધી ચાલુ રહેશે

અરવલ્લી જિલ્લામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ-ભિલોડામાં ક્લબ ફૂટ ક્લિનિકનો પ્રારંભ કરાતાં બાળકોના વાંકાચૂકા પગની સારવાર હવે અહીં નિ:શુલ્ક શરૂ કરતાં પ્રજામાં રાહતની લાગણી ફેલાઇ હતી. આ ક્લિનિક દર શુક્રવારે સવારના 9 થી બપોરના 12 સુધી ચાલુ રહેશે. રાષ્ટીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત મિરેકલ ફીટ ઈન્ડયાના સંકલનથી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ-ભિલોડામાં ક્લબફૂટ ક્લિનિક કાર્યરત કરાયું છે. આ ક્લબફૂટ ક્લિનિકમાં18 વર્ષ સુધીના જન્મજાત ક્ષતિયુક્ત ક્લબફૂટ બાળકોનો ઉપચાર વિનામૂલ્યે કરાશે.

આ ક્લિનિકમાં દર શુક્રવારે સવારે 9 :00 થી 12 સુધી બાળકોનું પરીક્ષણ-ઉપચાર કરાશે. જેના ભાગરૂપે ગુરુવારથી ભિલોડા ખાતેની હોસ્પિટલમાં ક્લબ ફૂટ ક્લિનિકનો શુભારંભ કરાયો હતો. જેમાં અધિક્ષક ડો. ડી.ડી.ડામોર,ઓર્થોપેડિક સર્જન, ડો. પાર્થ દોશી, સ્ટાફગણ, RBSK ટીમ ડો. ખુશ્બુ પટેલ, ડો. અલ્કેશ પાઠક અને મિરેકલ ફિટ ઈન્ડયા બ્રાન્ચ મેનેજર ભાવેશ મકવાણા, પ્રોગ્રામ એકિઝકયુટિવ શિરીષ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...