લાંચ:મોડાસા પ્રાંત કચેરીનો ક્લાર્ક રૂ 500ની લાંચ લેતાં ઝબ્બે

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદીએ અરવલ્લી એસીબીનો સંપર્ક કરતાં મોડાસા પ્રાંત કચેરીમાં જ લાંચનું છટકું ગોઠવી ઝડપી લેતાં લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો
  • અરવલ્લી જિલ્લાના જાગૃત નાગરિકે પાક રક્ષણ પરવાનો રિન્યુ કરવા મોડાસાની પ્રાંત કચેરીમાં અરજી કરતાં કામ કરવા લાંચ માંગી હતી

અરવલ્લી જિલ્લાના નાગરિકે પાક રક્ષણ પરવાનો રિન્યુ કરવા મોડાસાની પ્રાંત કચેરીમાં જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે ચલણ ભરી ઓનલાઇન અરજી કરી હતી. ત્યારે આ કામ પૂરુ઼ કરવા મોડાસાની પ્રાંત કચેરીના વર્ગ-3 માં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રોહિતકુમાર લક્ષ્મણભાઈ પુરાણીએ રૂ. 500ની લાંચ માંગતા ફરિયાદીએ આ અંગેની જાણ ગાંધીનગર એસીબીને કરતાં એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું મોડાસા પ્રાંત કચેરીમાં ગોઠવ્યું હતું.

જેમાં રોહિતકુમાર પુરાણી 500ની લાંચ લેતાં આબાદ ઝડપી પાડ્યો હતો. મોડાસા જિલ્લા સેવાસદનમાં રોહિતકુમાર લક્ષ્મણભાઈ પુરાણી સાંજે લાંચ લેતાં ઝડપાયો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં લાંચિયા અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અરવલ્લી જિલ્લાના એક જાગૃત નાગરિકે પાક રક્ષણ પરવાનો રિન્યુ કરવા પ્રાંત કચેરી, મોડાસામાં જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે ચલણ ભરી ઓનલાઈન અરજી કરી હતી. પ્રાંત કચેરીના ક્લાર્ક રોહિતકુમાર પુરાણીએ ફરિયાદીનું કામ કરી આપવા માટે લાંચ પેટે રૂ.500 ની માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઇ, તેથી તેમણે અરવલ્લી એસીબી. કચેરીમાં સંપર્ક કર્યો હતો. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબી દ્વારા પ્રાંત કચેરીમાં જ લાંચના છટકાનું આયોજન કરતાં છટકાં દરમ્યાન રોહિતકુમારે પંચની હાજરીમાં ફરિયાદી સાથે વાતચીત કરી 500ની લાંચની રકમ સ્વીકારી, ભ્રષ્ટાચાર આચરી ગુનો કરતાં અરવલ્લી એસીબીના PI એચ.પી. કરેણ અને સ્ટાફ દ્વારા પ્રાંત કચેરીના વર્ગ-3 ના ક્લાર્ક રોહિતકુમાર પુરાણી ને એસીબીએ ડિટેન કરી મદદનીશ નિયામક ગાંધીનગર એસીબી એકમના સુપરવિઝન અધિકારી એ.કે. પરમારની રાહબરી હેઠળ કાર્યવાહી હાથ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...