શોધખોળ:મોડાસામાં દીકરીના લગ્ન પ્રસંગમાં ચાંલ્લાની 9 લાખની રકમની ઉઠાંતરી

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુમકુમ પાર્ટી પ્લોટમાં મંડપમાં ફોટોગ્રાફી દરમિયાન ઘટના
  • પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી

મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટમાં દીકરીના લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ લગ્ન ચોરીમાં બહેન બનેવી ફોટો સેશન કરાવવા ગયા દરમિયાન તકનો લાભ ઉઠાવીને બે લબરમૂછીયા રૂપિયા નવ લાખ રોકડ અને દાગીના ભરેલું પર્સ લઈને પલાયન થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને i20 ગાડીમાં રાજસ્થાન તરફભાગી છૂટેલા બે લબરમૂછીયા અને અન્ય એક શખ્સ અને ચાલક સહિત અજાણા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છેે.

યુજીવીસીએલમાં લાઈન મેન તરીકે ફરજ બજાવતા સાયરાના અને હાલ હરિઓમ સોસાયટી મોડાસામાં રહેતા સુનિલ કુમાર કોદરભાઈ પ્રજાપતિની દીકરી અંજલિનું લગ્ન મોડાસાના મેઘરજોડ ઉપર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ રાખવામાં આવ્યું હતું. દીકરીના લગ્ન દરમિયાન નજીકના સગા સંબંધીઓ કન્યાદાન અને લગ્નમાં મળેલ ચાંલ્લો સ્વીકારતા હતા. દીકરીના લગ્ન પૂર્ણ થતા મોડી સાંજે લગ્નમાં આવેલ ચાંલ્લાની રકમ અને દાગીના ભરેલી થેલી દીકરીના પિતાના બનેવી કનુભાઈ પ્રજાપતિ પાસે હતા. રાત્રી સમયે લગ્ન બાદ આ સગા સંબંધીઓ લગ્ન ચોરી મંડપમાં ફોટો સેશન કરાવી રહ્યા હતા.

દરમિયાન કનુભાઈ પાસે રહેલું રોકડ રૂપિયા નવ લાખ જેટલી માતબર રકમ ભરેલું પર્સ તેઓ ખુરશીમાં મૂકીને તેમના પત્ની છાયાબેન જોડે લગ્ન ચોરીમાં ફોટો સેશન કરાવવા ગયા હતા. દરમિયાન તકનો લાભ ઉઠાવીને બે લબર મૂછીયા ખુરશીમાંથી રૂપિયા નવ લાખની રોકડ અને ચાંદીના દાગીના મૂકેલું પર્સની ઉઠંતરી કરીને પલવારમાં નાસી છૂટ્યા હતા. પોલીસને જાણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...