વહેલી સવારથી ધુમમ્સ છવાયું:અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો, ગાઢ ધુમ્મસથી ખેતીપાકને નુકશાનની ભીતિ

અરવલ્લી (મોડાસા)23 દિવસ પહેલા

શિયાળાની સિઝનમાં વાતાવરણમાં સતત બદલાવ જોવા મળે છે. ક્યાંક ઠંડીનું સામ્રાજ્ય તો ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ધુમ્મસ... આવા દૂષિત વાતાવરણની અસર ખેતીપાક પર જોવા મળે છે.

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આકાશમાં ધુમ્મસ ભર્યું ધુમાળિયું વાતાવરણને લઈ સવારે અંધકારની સ્થિતિ જોવા મળી હતી. હાઇવે રોડ પર આવતા જતા વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ ધુમ્મસ ભર્યા દૂષિત વાતાવરણના કારણે ખેતીપાક પર અસર થવાની શકયતા રહેલી છે. ઘઉં, ચણા, કપાસ,રાયડો જેવા પાકમાં નુકશાનીનો વારો આવી શકે એમ છે. હજુ પણ બે દિવસ ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...