• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Celebration Of Kartiki Purni Today At Yatradham Shamlaji; Shamlaji Temple Is The Only One In Gujarat Which Remains Open On Eclipse Day

​​​​​​​દેવદિવાળી નિમિત્તે ભગવાનનું મેરાયું:યાત્રાધામ શામળાજીમાં આજે કાર્તિકી પૂર્ણિમાંની ઉજવણી; ગ્રહણના દિવસે ખુલ્લું રહેતું ગુજરાતનું એક માત્ર મંદિર

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

આજે કાર્તિકી પૂર્ણિમા અને ગ્રહણ છે, ત્યારે યાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી મેળો યોજાય છે, ત્યારે દૂર દૂરથી લાખો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભગવાનના અલગ અલગ મનોરથના દર્શન યોજાય છે.

આરતીમાં ભક્તોની ભારે ભીડ જામી
વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ભગવાન કાળિયા ઠાકરને આજના દિવસે ખાસ શણગાર કરવામાં આવ્યો છે. સોના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવ્યા છે, ત્યારે સવારથી શણગાર આરતીમાં ભક્તોની ભારે ભીડ જામી હતી.

સમગ્ર ગુજરાતમાં ખુલ્લું રહેતુ એક માત્ર મંદિર
આજે ગ્રહણ છે, ત્યારે ગુજરાતના તમામ મંદિરો બંધ રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ખુલ્લું રહેતુ એક માત્ર ભગવાન શામલાજી મંદિરમાં ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડે છે .ગ્રહણ સમયે ભગવાન શામળિયાના મંદિરના ગર્ભગૃહમાં બેસી પૂજા પાઠ અનુષ્ઠાન કરે છે, તેનાથી અનેક ગણું પુણ્ય ભક્તોને પ્રાપ્ત થાય છે.

અન્ય સમાચારો પણ છે...