રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પ્રાદેશિક મહોત્સવોનું તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજ્યકક્ષાના બે દિવસીય આદિજાતિ મહોત્સવનો રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે અરવલ્લી જિલ્લાના ભિલોડાથી પ્રારંભ કરાયો છે. જેમાં રાજ્યના અલગ અલગ આદિજાતિ જિલ્લાઓમાંથી ભાતિગઢ ડ્રેસ પરિધાન કરીને અલગ અલગ આદિવાસી નૃત્ય અને કલા કૃતિઓ રજુ કરી હતી.
આ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમારે કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં આદિવાસી બેઠક ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પી.સી બરંડા અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિનું જતન કરવા માટે અને આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા માટે સરકારનો એક અભિગમ હતો. તે મુજબ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમ જિલ્લા કલેક્ટર નરેન્દ્ર મિનાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.