અરવલ્લી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી:ડ્રોનની મદદથી રેતી ચોરતાં 7 વાહનો પકડ્યાં; મોડાસાના ભચડીયામાં 1 જેસીબી,1 ટ્રેક્ટર, રખીયાલમાંથી 1 ટ્રેક્ટર જપ્ત

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી ખાણખનીજ વિભાગે 7 વાહન જપ્ત કર્યા - Divya Bhaskar
અરવલ્લી ખાણખનીજ વિભાગે 7 વાહન જપ્ત કર્યા
  • બાયડના જૂનીવાસણીમાં નદીમાંથી 4 ટ્રેક્ટર પકડ્યા

અરવલ્લી જિલ્લા ખાણ ખનિજ વિભાગે જિલ્લાના જુદાજુદા સ્થળો ઉપર ડ્રોનનો ઉપયોગ કરી જુદી-જુદી જગ્યાએ થી ગેરકાયદે ખોદકામ અને વહન કરતાં કુલ 7 વાહનો ઝડપી રૂ.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી મન ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાણ અને ખનિજ વિભાગની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી મોડાસાના ભચડીયામાં ગેરકાયદે માટી ખનન કરતું 1 જેસીબી મશીન, 1 ટ્રેક્ટર જપ્ત કર્યુ હતું. તાલુકાના રખિયાલ ગામે નદીમાંથી રેતી ચોરી કરતું 1 ટ્રેક્ટર જપ્ત કર્યું હતું અને બાયડ તાલુકાના જૂની વાસણી ગામેથી નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી કરતાં કુલ 4 ટ્રેક્ટર જપ્ત કરી આંબલિયારા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...