લમ્પી વાઈરસ મુદ્દે જાહેરનામું:અરવલ્લીમાં પશુઓની હેરફેર, પશુઓના વેપાર, પશુ મેળા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો; ઉલ્લંઘન કરવા પર કડક સજાની જોગવાઈ

અરવલ્લી (મોડાસા)7 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ સમગ્ર ગુજરાત માં પશુઓ માં લંપી વાયરસ નો કહેર સતત વધતો ગયો છે ત્યારે આ વધતા જતા રોગ ને અટકાવવા અને પશુઓ ને રોગ સામે પ્રતિકાર માટે સર્વે કરી વેકસીન પણ અપાઈ છે ત્યારે વધુ ફેલાવો અટકાવવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા કડક નિયમ અને 144 ની કલમ સાથે નું એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે જેનો લાગતા વળગતા તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અરવલ્લી જિલ્લા માં લમ્પીના 35થી વધુ શંકાસ્પદ કેસો મળી આવ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામાં દરેક તાલુકામાં ટિમો બનાવી સર્વે ની કામગીરી અને વેકસીનેશાનની કામગીરી પણ કરાઈ છે. શંકાસ્પદ પશુઓના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે પણ મોકલવામાં આવે છે. ત્યારે આ રોગ પશુઓમાં ચેપી રોગ છે ત્યારે આ રોગ ફેલાતો અટકાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટર દ્વારા જે નિયમો નું ચુસ્ત પાલન કરવાનો કડક આદેશ કર્યો છે તે

  • કોઈપણ રાજ્ય , જિલ્લો , કે તાલુકા માંથી પશુઓ ની હેરફેર પર સંપૂર્ણ પ્રતિબંધ
  • પશુઓ નો વેપાર , પશુ મેળા , પશુ પ્રદર્શન , પશુઓ દ્વારા રમાતી રમતો પર પ્રતિબંધ
  • જ્યાં પશુઓ એકઠા થતા હોય તેવા તમામ આયોજનો પર પ્રતિબંધ
  • જાહેર રસ્તા પર ચેપી રોગિષ્ટ પશુઓ ને રખડતા મુકવા પર પ્રતિબંધ
  • ચેપી રોગ થી મૃત્યુ પામેલા પશુઓ ના મડદા તેમજ તેના અંગો ખુલ્લા છુટા છોડી દેવા તેમજ લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...