આવેદન:અરવલ્લી જિલ્લાના ઉમેદવારોને MPHWની પરીક્ષામાં અન્યાય થવાના ડરે આવેદન આપ્યું

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિના અગાઉ લેવાયેલ MPHW ની પરીક્ષામાં રાજકીય વગ ધરાવતા અમુક ઉમેદવારોએ ડમી બોગસ સર્ટિ મેળવી પરીક્ષા આપી હોવાનો આક્ષેપ

અરવલ્લીના ઉમેદવારોએ એક મહિના અગાઉ MPHW ની પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ડમી બોગસ સર્ટિ મેળવીને અમુક ઉમેદવારો પરીક્ષા આપી હોવાનો આક્ષેપ કરીને ઉમેદવારોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ઉમેદવારોએ આપેલા પ્રમાણપત્રોની તટસ્થ તપાસની માગણી કરી હતી.

આવેદનમાં જણાવ્યું કે MPHW ની તા. 26 જૂને એક મહિના અગાઉ પરીક્ષા યોજાઇ હતી અને આ પરીક્ષામાં અસામાજિક તત્વો દ્વારા ડમી બોગસ સર્ટી મેળવીને પરીક્ષા આપી હોવાનો આક્ષેપ કરાયો હતો. ઉમેદવારોએ રજૂ કરેલા બોગસ સર્ટી પ્રમાણપત્રો ચકાસણીમાં જવાના હોવાથી તેની યોગ્ય રીતે તપાસ થાય અને લાયક ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે આવેદનપત્ર આપી કલેક્ટર કચેરીએ રજૂઆત કરાઇ હતી.

વધુમાં આક્ષેપ કરતાં ઉમેદવારોએ જણાવ્યું છે કે અમુક યુનિવર્સિટી દ્વારા વર્ષ 2020 2021 અને 2019 વર્ષમાં બોગસ સર્ટી આપવામાં આવ્યા હોવાથી યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ હોવાનું જણાવી આ પ્રકરણમાં રાજકીય વગ ધરાવતા ઉમેદવારો ખોટા સર્ટીફીકેટ રજૂ કરીને પરીક્ષા આપી હોવાનો આક્ષેપ કરીને ઉમેદવારોએ તટસ્થ તપાસની માગણી સાથે લાયક ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...