વાઘેલાના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ:બાયડ કોંગ્રેસ ઉમેદવારે માલપુર ખાતે કાર્યાલય શરૂ કર્યું; મહેન્દ્રસિંહને જંગી બહુમતીથી જીતાડવા વક્તાઓનું  આહવાન

અરવલ્લી (મોડાસા)3 મહિનો પહેલા

રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને ટીકીટ આપ્યા પછી માન્ય ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભર્યા બાદ ચૂંટણી પ્રચાર માટે પોતાના મત વિસ્તારમાં કાર્યાલયોનો શુભ આરંભ કરતાં હોય છે. આ મુજબ આજે શુક્રવારના રોજ બાયડ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના કાર્યાલયનો શુભારંભ કર્યો હતો.

રક્ષેસ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા
ગઈકાલે બાયડ ખાતે મહેન્દ્રસિંહ વાઘેલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યા પછી આજે બાયડ મત વિસ્તારમાં આવતા માલપુર તાલુકાના ચૂંટણી કાર્યાલયનો મહેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે શુભારંભ કરાયો હતો. આ અગાઉ મહેન્દ્રસિંહ વાઘેલાએ માલપુરના સ્વયંભૂ રક્ષેસ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતાં. સભા મંડપમાં અલગ-અલગ સમાજના અગ્રણીઓ, કોંગ્રેસના પીઢ કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં ત્યારે ઉપસ્થિત તમામ વક્તાઓએ મહેન્દ્રસિંહને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...