ઠગાઈ:BSFમાં નોકરીની લાલચ આપી બાયડના યુવકે ઇડરના ઝૂમસરના લોકો પાસેથી 15 લાખ પડાવ્યા

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાયડના આટીયાદેવના યુવકે BSFમાં મારા મોટા માસા અધિકારી છે કહી છેતર્યા
  • ઝૂમસરના​​​​​​​ ખેડૂતના પુત્રો અને તેમના સગા-સંબંધીઓ સાથે વિશ્વાસઘાત કર્યો

બાયડના આટીયા દેવના યુવકે પોતાના માસા આર.ઓ. પટેલ બીએસએફમાં મોટા અધિકારી હોવાનું તરકટ રચી ઇડરના ઝૂમસરના ખેડૂતના પુત્રો અને સગા-સંબંધીઓને બીએસએફમાં સેટિંગ્સ કરી નોકરીની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેમની પાસેથી જુદા સ્થળે અને બેંક ખાતા દ્વારા રૂ. 15,09,180 પડાવી વિશ્વાસઘાત કરી ઠગાઈ આચરતાં આટીયા દેવના ચિરાગ અતુલભાઇ પટેલ વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ છે. આ કેસની તપાસ એલસીબીને સોંપાઈ છે.

ઇડરના ઝૂમસરના ઇશ્વરભાઇ તરારને વિશ્વાસમાં લઈ આટીયા દેવના ચિરાગ પટેલે પોતાના માસા આર. ઓ. પટેલ બીએસએફમાં મોટા અધિકારી હોવાની ઓળખાણ આપીને પોતે બીએસએફમાં રૂપિયાથી સેટિંગ કરી નોકરી લગાવી આપતો હોવાનું કહીને તેમને વિશ્વાસમાં લઇ પોતાના માસાનું ખોટું નામ ધારણ કરીને ખેડૂત ઇશ્વરભાઇના પુત્ર તેમજ તેમના સગા સંબંધીઓના પુત્રો અને મિત્રોના દીકરાઓને નોકરી આપવાની લાલચ આપીને પોતાના પિતા અતુલભાઇ ડી. પટેલના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં એક વર્ષ દરમિયાનના જુદા જુદા સમયે રૂ.720260 મેળવી લઈ ભિલોડા તેમજ ચિલોડામાં જુદા જુદા સમયે રૂ. 641140 રોકડા મેળવી તેમજ આ છેતરપિંડીના ગુનામાં અન્ય લોકો પાસેથી રૂ.101380 મેળવીને ખેડૂત ઇશ્વરભાઇ પાસેથી પોતાની પત્ની ગર્ભવતી હોવાનું બહાનું બતાવીને રૂ. 33000 પણ પડાવ્યા હતા.

તેમને વિશ્વાસમાં લઈ વધુમાં અન્નક્ષેત્રમાં રૂપિયા જમા કરાવવાનું બહાનું બતાવીને એસબીઆઇના ખાતામાં રૂ. 13400 મેળવી કુલ રૂ.15,09,180 પડાવી લઇ ચિરાગ પટેલે લોકોને પૈસા પરત ન આપી અવાર-નવાર ખોટા બહાના બતાવી તેમની સાથે વિશ્વાસઘાત કરી ખોટા દસ્તાવેજ બનાવી ઠગાઈ કરતાં ઇશ્વરભાઇ ધુળાભાઈ તરાર ઠાકોર રહે. ઝૂમસર તા. ઈડરે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચિરાગભાઈ અતુલભાઇ પટેલ ખાનગી નોકરી રહે. આટીયાદેવ પોસ્ટ-દખક્ષણેશ્વર તા. બાયડ હાલ રહે અજરપુરા શેઠવાળું ફળિયું આણંદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ એલસીબી પીઆઇ સી.પી. વાઘેલા ચલાવી રહ્યા છે.

આ ઠગ વિરુદ્ધ ગુનો
ચિરાગભાઈ અતુલભાઇ પટેલ ખાનગી નોકરી રહે. આટીયાદેવ પો.દખક્ષણેશ્વર તા. બાયડ હાલ રહે. અજરપુરા શેઠવાળું ફળિયું આણંદ

અન્ય સમાચારો પણ છે...