વિકાસ એજ મોટો પડકાર:ભિલોડા વિધાનસભા બેઠક માટે બિટીપી દ્વારા ડો માર્ક કટારાનું નામ ઘોષિત કર્યું, કહ્યું, 'ભાજપ-કોંગ્રેસ કે આપનો કોઈ પડકાર નથી'

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે એમ રાજકીય પાર્ટીઓ લોકો ના હૃદય માં સ્થાન મેળવવા કોઈ ને કોઈ રીતે પ્રયત્નશીલ રહે છે ત્યારે અરવલ્લી જિલ્લા ની આદિવાસી રિઝર્વ સિટ પર ભારતીય ટ્રાયબલ પાર્ટીએ ડો માર્ક કટારાના નામ પર કળશ ઢોળ્યો છે.

શામળાજી પાસે આવેલ રામેડા ગામ ના વાતની અને શામળાજી ખાતે પોતાનું ક્લિનિક ધરાવતા ડો માર્ક કટારા વ્યવસાયે ડોક્ટર છે માતા પિતા સરકારી નોકરી માંથી નિવૃત્ત થયા છે અને સામાજિક વિકાસ ના કામ કરી રહ્યા છે માર્ક કટારા ને મતદારો તેમને કેમ મત આપશે. એ અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના લોકોને પોતાના હક મળતા નથી જગલ જમીનથી લઈ પેસા એક્ટ વગેરે યોજના ના લાભો​​​​​​​થી આદિવાસી વિસ્તાર ના લોકો વંચિત છે તેમની સામે કાઈ પાર્ટી નો પડકાર તેના જવાબ માં કહ્યું હતું કે પોતાના સામે ભાજપ​​​​​​​, કોંગ્રેસ​​​​​​​,કે આપનો કોઈ પડકાર નથી આદિવાસી સમાજ આખા ભિલોડા - મેઘરજ બેઠકનો વિકાસ એજ મોટો પડકાર છે.

અન્ય સમાચારો પણ છે...