હજારો લીટર પાણીનો બગાડ:માલપુરમાં વાત્રક નદીના જુના પુલ પર પાણી પુરવઠાની મેઇન પાઇપ લાઇનમાં ભંગાણ; પાણીના ફુવારા ઉડયા

અરવલ્લી (મોડાસા)6 દિવસ પહેલા

પાણી પુરવઠા વિભાગ દ્વારા 256 કરોડના ખર્ચે ગામડે-ગામડે પાણી પહોંચાડવાની યોજના અમલી બનાવી છે, ત્યારે હલકી ગુણવત્તાવાળું મટીરીયલ અને નબળી કામગીરીના કારણે વારંવાર લાઈનોમાં ભંગાણ સર્જાતા હોય છે અને પાણીનો વ્યય થતો હોય છે.

પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી
માલપુર નગરમાં ડુંગર પર લાખો લીટર પાણીની કેપેસિટી વાળો ઓવરહેડ ટાંકો અને પંપ બનાવ્યો છે અને એમાંથી પાઇપલાઇન દ્વારા માલપુર અને મેઘરજ તાલુકાના ગામડાઓમાં પાણી આપવામાં આવે છે, ત્યારે આજે માલપુરના વાત્રક નદીના જુના પુલ પાસે મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડ્યું છે. જેના કારણે 20 ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉડયા છે. છેલ્લા પાંચ કલાકથી આ ભંગાણ પડ્યું છે, જેના કારણે લાખો લીટર પાણી નદીમાં વહી ગયું છે, આમ પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...