તળાવમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી:માલપુરમાં 15 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો; પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજે માલપુરના ટીસ્કી ગામના તળાવમાંથી 15 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે યુવક એક દિવસ પહેલા ગુમ થયો હતો. જેનો મૃતદેહ મળતા પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

માલપુરના ટીસ્કી ગામે આવેલા તળાવમાં રાવડ પરિવારનો 15 વર્ષીય યુવકનો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો. ટીસ્કી ગામનો યુવક ગઈકાલનો ગુમ હતો. જેથી પરિવારજનો શોધખોળ કરતા હતા તેવામાં સવારે તળાવમાં કોઈ યુવકનો મૃતદેહ તરી રહ્યો છે, એવી માહિતી મળતા ગ્રામજનોએ મૃતદેહને બહાર નીકાળ્યો હતો. જે મૃતદેહ ગુમ થયેલા રાવળ પરિવારના 15 વર્ષીય યુવકનો હતો. જેથી માલપુર પોલીસને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે માલપુર સીએચસી ખસેડાયો હતો અને માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...