40 હજાર મતથી વિજયનો વિશ્વાસ:મોડાસા બેઠક માટે ભાજપના ભીખુસિંહ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું; મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યાં

અરવલ્લી (મોડાસા)3 મહિનો પહેલા

આજથી બીજા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે. ત્યારે 31-મોડાસા વિધાનસભા બેઠક માટે આજે ભીખુસિંહ પરમારે નામાંકન ભર્યું હતું.

કલેક્ટર કચેરી પહોંચીને ઉમેદવારી પત્ર ભર્યું
મોડાસા વિધાનસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ત્યારે ભાજપ આ ચૂંટણીમાં બેઠક કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગયા વર્ષે ફક્ત 1600 મતથી પરાજય થયો હતો. એવામાં ભીખુસિંહ પરમારને પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કરતા આજે મોડાસા ખાતે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતુ. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને ઉમેદવારી પત્ર ભર્યું હતુ અને 40 હજાર મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...