ધવલસિંહની ટિકિટ ભીખીબેનને મળી:બાયડ બેઠક પર ભાજપ દ્વારા પરમારનું નામ જાહેર; પૂર્વ ધારાસભ્ય ઝાલાના સમર્થકોમાં ભારે રોષ

અરવલ્લી (મોડાસા)22 દિવસ પહેલા

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડ્યા બાદ 'કહીં ખુશી કહીં ગમ' જેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં ત્યારે બાયડ વિધાનસભા બેઠક પર પ્રબળ દાવેદાર ગણાતાં ધવલસિંહ ઝાલાની ટીકીટ કાપીને ભાજપ દ્વારા ભીખીબેન પરમારને ટીકીટ આપતાં ધવલસિંહના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સમાર્થકોમાં વિરોધ જોવા મળ્યો
બાયડ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમારને ટીકીટ અપાતાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના સમાર્થકોમાં વિરોધ જોવા મળ્યો હતો. મોટી સંખ્યા સમર્થકો ધવલસિંહના બાયડના કાર્યાલય પર એકઠા થયા હતાં અને ધવલસિંહને સમર્થન કર્યું હતું. ધવલસિંહ ઝાલાએ પણ આટલી બધી જનમેદની જોઈ તમામ સમર્થકોનો આભાર માન્યો હતો.

નારાજગીના સુર જોવા મળ્યા
ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હું ધારાસભ્ય હોઉં કે ના હોઉં કાયમને રીતે પ્રજાજનોના કામ કરતો હતો એજ રીતે હું કામ કરતો રહીશ. હાલ કોઈ રણનીતિ નક્કી નથી કરી પણ મારા વિરોધીઓને ખ્યાલ આવે કે ધવલસિંહ ઝાલાના સમર્થનમાં વિશાળ જનમેદની ઉમટી પડી છે. હાલ આગળનો કોઈ નિર્ણય કર્યો નથી એમ જણાવી નારાજગીના સુર જોવા મળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...