રાષ્ટ્રપતિએ દેશના પ્રથમ નાગરિક છે. એક વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછીએ કોઈ પક્ષના રાષ્ટ્રપતિ નથી હોતા પરંતુ આખા દેશના રાષ્ટ્રપતિ હોય છે. ત્યારે રાષ્ટ્રપતિના પદની ગરીમાં જાળવવીએ તમામ ભારતના નાગરિકની ફરજ છે. ત્યારે કોંગી સંસદ અધિરંજન ચૌધરીએ મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધ્યા. જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતવાસીઓએ ફિટકાર વરસાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે મેઘરજ ખાતે સંસદ અધિરંજન ચૌધરી સામે વિરોધ દર્શાવ્યો.
મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં
મેઘરજ ખાતે ગ્રીનપાર્ક ચોકડી ભાજપના તમામ હોદ્દેદારો એકઠા થયા હતા અને કોંગ્રેસ સંસદ અધિરંજન ચૌધરીનું પૂતળુ બનાવી પૂતળા દહન કરી સૂત્રોચ્ચાર કર્યાં હતા અને રેલી સ્વરૂપે મેઘરજ મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સંસદના વિરોધ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.