કાર્યવાહી:મોડાસાના કોલીખડ પાસે બાઇકસવાર મહિલાના સોનાના દોરાની ચીલઝડપ

મોડાસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ આકરૂંદનું દંપતી બાઇક પર મોડાસા આવી રહ્યું હતું
  • બાઇક ઉપર હેલ્મેટ પહેરીને આવેલા ગઠિયાનું કારસ્તાન

મોડાસા-ધનસુરા હાઈવે પર કોલીખડ પાટિયા પાસે મૂળ ધનસુરાના આકરૂન્દનું દંપતી મોડાસા તરફ બાઇક પર આવતું હતું. દરમિયાન હેલ્મેટ પહેરી આવેલો અજાણ્યો બાઇક સવાર મહિલાના ગળામાંથી 82000ની સોનાની ચેન તોડીને ભાગી છૂટ્યો હતો. આ અંગે મહિલાના પોતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોડાસાના મેઘરજ રોડ ઉપર ફોરમ સિટીમાં રહેતા અને ઇન્સ્યોરન્સ કંપનીમાં વીમા એજન્ટ તરીકે કામ કરતા કાલિદાસ ઉર્ફે શૈલેષકુમાર ભીખાભાઈ પરમાર અને તેમના પત્ની ભાવનાબેન બંને પોતાના વતન આકરૂન્દમાં જઇ બપોરના સમયે પોતાની બાઇક નંબર gj 09 an 0489 પર બંને મોડાસા તરફ આવી રહ્યા હતા. ત્યારે કોલીખડ પાટિયા પાસેથી દંપતી પસાર થઈ રહ્યું હતું.

તે દરમિયાન હેલ્મેટ અને જેકેટ પહેરીને આવેલ બાઇક નંબર જીજે 01 av 7005 નો ચાલક અચાનક બાઇક સવાર ભાવનાબેન કંઈ સમજે તે પહેલા ગળામાં પહેરેલો 15 ગ્રામ સોનાનો દોરો રૂ. 82000નો તોડી મોડાસા તરફ બાઇક હંકારી મૂકી હતી.

અચાનક અજાણ્યા બાઇકચાલકે ચાલુ બાઇક પર સોનાના દોરાની તફડંચી કરીને ભાગી છૂટતાં દંપતી હેબતાઈ ગયું હતું. આ અંગે કાલિદાસ ઉર્ફે શૈલેષકુમાર ભીખાભાઈ પરમારે મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઇકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...